ગુજરાતના ઘણા ખેડૂતોને કમોસમી વરસાદે ભારે ઝાટકો આપ્યો. પાક ખેતરમાં જ નાશ પામ્યો અને આખું વર્ષનું પ્લાનિંગ બગડી ગયું આ જ કપરા સમયે રાજ્ય સરકારે જે ઝડપથી નિર્ણય લીધો, એને ખેડૂતો “સાચો સહારો” માની રહ્યા છે. પાક નુકસાન સહાય 2025 ઓનલાઇન અરજી pak nuksan sahay gujarat 2025
ગુજરાત સરકારે અત્યાર સુધી શું કર્યું?
રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં સર્વે પૂર્ણ કરીને ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું. સહાય અરજીની પ્રક્રિયા પણ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી. અને સૌથી મહત્વની વાત ખેડૂતોને તક ન ચૂકે, એ માટે અરજીની સમયમર્યાદા 7 દિવસ વધારી.
| મુદ્દો | વિગત |
|---|---|
| કુલ મળેલી અરજીઓ | 29.80 લાખ+ |
| ચકાસાયેલી અરજીઓ | તબક્કાવાર પ્રક્રિયા ચાલુ |
| તૈયાર થયેલા બીલો | ₹1497 કરોડથી વધુ |
| ચૂકવાયેલી સહાય | ₹1098 કરોડથી વધુ |
| કેટલા ખેડૂતોને ચુકવણી મળી | 3.39 લાખ+ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 5 ડિસેમ્બર |
| પાક નુકસાન સહાય 2025 ઓનલાઇન અરજી | ગામના VCE/VLE મારફતે |
ખેડૂતોએAPPLICATION કેમ ઝડપથી કરવી જોઈએ?
કારણ કે સરકારે પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે— જે ખેડૂતનું પાક ખરેખર નુકસાન થયું છે, એને સહાયથી વંચિત રહેવા નથી દેવાના.
હાલ સુધી 3.39 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા થઈ ગઈ છે.
અને બાકીના ખેડૂતોને પણ તબક્કાવાર ઝડપથી રકમ આપવામાં આવશે.
આ પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય માટે વિભાગ સતત ચકાસણી કરી રહ્યું છે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા મુજબ:
- “ખેડૂતનું નુકસાન એટલે રાજ્યનું નુકસાન.”
- સરકારે દરેક હકદાર ખેડૂત સુધી સહાય પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
- બાકી ખેડૂતોની ચુકવણી પણ ઝડપથી ખાતામાં મોકલાશે.