ગુજરાતના વરિષ્ઠ નાગરિકો માટે આ યોજના ખરેખર લાઈફલાઇન જેવી છે. વય વધી જાય પછી રોજિંદા ખર્ચ માટે બીજા ઉપર આધાર રાખવો પડે — અને ત્યાં જ આ સ્કીમ સાચો સહારો આપે છે. સરકાર 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને દર મહિને નિશ્ચિત પેન્શન આપે છે. આથી ઘરખર્ચ, દવાકરચા અને બીજાં નાના ખર્ચ સરળ બને છે.
Gujarat Vridha Pension Yojana 2025 – મુખ્ય વિગતવાર ટેબલ
વિગત
માહિતી
યોજના નામ
વૃદ્ધ પેન્શન યોજના (Old Age Pension Scheme)
લોન્ચ કરનાર
ગુજરાત સરકાર
લાભાર્થી
60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો
પેન્શન (60–79 વર્ષ)
₹1,000 પ્રતિ મહિના
પેન્શન (80+ વર્ષ)
₹1,250 પ્રતિ મહિના
પાત્રતા કોણ અરજી કરી શકે?
અરજદાર ગુજરાતના કાયમી નિવાસી હોવા જોઈએ.
ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ હોવી આવશ્યક.
80 વર્ષથી ઉપરની ઉંમરે વધુ પેન્શન મળે છે.
અરજદાર BPL (0–20 સ્કોર) કેટેગરીમાં આવે તે જરૂરી.
અન્ય કોઈ સરકારી પેન્શન મળતી ના હોવી જોઈએ.
અરજી માટે જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
રેશન કાર્ડ
ઉંમરનો પુરાવો (School LC / મેડિકલ સર્ટિફિકેટ)
રહેઠાણ પુરાવો (EPIC / લાઈટ બિલ)
બેંક પાસબુક / પોસ્ટ ઓફિસ એકાઉન્ટ
પાસપોર્ટ સાઈઝ ફોટો
BPL સર્ટિફિકેટ
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ઘરે બેઠાં પણ તમે સરળતાથી અરજી કરી શકો છો:
Digital Gujarat Portal પર જાઓ.
Citizen Login બનાવો અથવા લોગિન કરો.
Social Security Schemes પસંદ કરો.
‘Vridha Pension Yojana’ પસંદ કરીને ફોર્મ ભરો.
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
સબમિટ કર્યા બાદ વેરિફિકેશન થશે અને પેન્શન સીધી બેંકમાં જમા થશે.
ઓફલાઈન અરજી પ્રક્રિયા
ઓનલાઈન મુશ્કેલ લાગે? તો આ રસ્તો અપનાવો:
તાલુકા મમલતદાર કચેરી / જન સેવા કેન્દ્ર / ગ્રામ પંચાયત ખાતે ફોર્મ મેળવો.
ફોર્મ ભરી દસ્તાવેજો સાથે સબમિટ કરો.
યોજના હેઠળ મળતા મુખ્ય લાભો
આ સ્કીમ વરિષ્ઠ નાગરિકો માટે સંપૂર્ણ રીતે paisa-vasool છે: