ક્યારેક લાગે છે ને કે કેટલું પણ મહેનત કરો, પરંતુ કરિયરમાં આગળ વધવા માટે કોઈ મોટી તક હાથમાં આવતી જ નથી? અને જો તમે ફાઇનાન્સ, ઇકોનોમિક્સ કે બેંકિંગમાં ભવિષ્ય બનાવવાનું સપનું જોયું હોય, તો આ Internship તમારા માટે જ છે. RBI Internship 2025 એવું દરવાજું છે જે ઘણા વિદ્યાર્થીઓના કરિયરમાં ખરેખર મોટો ફેરફાર લાવી શકે છે. RBI Internship 2025, મહિને 20 હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે
આજે વાત કરવી છે એક એવો મોકો વિશે, જ્યાં કામ પણ શીખશો, દેશના સૌથી મોટા સેન્ટ્રલ બેંક સાથે કામ કરવાની અનુભૂતિ પણ મળશે અને સાથે મઝાનો સ્ટાઇપેન્ડ પણ.
RBI Internship 2025 શું છે?
જો તમે વિચારી રહ્યા હો કે આ Internship તમારા માટે યોગ્ય છે કે નહીં, તો એક સાવ સરળ વાત છે: જો તમે મજબૂત કરિયર ફાઉન્ડેશન બનાવવા માંગો છો, તો આ Internship ચૂકી જવાની નથી.
ભારતીય રિઝર્વ બેંકે 15 ઓક્ટોબર 2025થી અરજી શરૂ કરી દીધી છે અને છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2025 છે. એટલે સમય ઓછો છે… અને મોકો મોટો.
કોણ અરજી કરી શકે?
જે વિદ્યાર્થીઓ હાલમાં નીચેના કોર્સમાં અભ્યાસ કરે છે:
પોસ્ટ ગ્રેજ્યુએશન
પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ (Management, Statistics, Law, Commerce, Economics, Econometrics, Banking & Finance)
ત્રણ વર્ષનો Law Bachelor’s Course
સ્ટાઇપેન્ડ કેટલો મળશે?
- દર મહિને 20,000 રૂપિયા.
- હા, સાચું વાંચ્યું. શીખવા સાથે કમાવાનો મોકો.
RBI Internship ની સિલેક્શન પ્રોસેસ
અહીં રમત થોડી રસપ્રદ બને છે. કારણ કે સામે છે દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા.
સિલેક્શન બે સ્ટેપમાં થશે:
- Shortlisting – તમારા ફોર્મ, લાયકાત અને એકેડેમિક રેકોર્ડ આધારિત
- Interview – ફાઈનલ પસંદગી માટે
RBI Internship માટે અરજી કેવી રીતે કરવી?
- RBI ની ઓફિશિયલ સાઇટ ખોલો – opportunities.rbi.org.in
- Current Vacancies પર ક્લિક કરો
- Summer Placement ઓપ્શન પસંદ કરો
- Online Web-based Application Form લિંક પર જાઓ