મોંઘી કોચિંગ ફી ભરવી નહિ પડે ભણતા વિદ્યાર્થી ₹20,000 સહાય Coaching Sahay Yojana 2025

ઘણા માતા-પિતા રોજ એક જ ચિંતા સાથે સૂઈ જાય છે. બાળક હોશિયાર છે, મહેનત કરે છે, પણ coaching ની ફી જોઈને મન બેસી જાય છે. શું તમે ધોરણ 11–12 વિજ્ઞાનમાં ભણતા એવા વિદ્યાર્થી છો, જે આગળ જઈને JEE, NEET અથવા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવાનું સપનું જોઈ રહ્યા છો… પણ મોંઘી કોચિંગ ફી તમને અટકાવી રહી છે?

જો જવાબ “હા” છે, તો થોડી રાહ લો. કારણ કે ગુજરાત સરકારની કોચિંગ સહાય યોજના 2025 (Coaching Sahay Yojana Gujarat) એવા હજારો તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આશાની કિરણ બની છે, જેમના સપના મોટા છે પરંતુ સાધન સીમિત.

Coaching Sahay Yojana 2025

મુદ્દોવિગત
યોજના નામCoaching Sahay Yojana 2025
લાભાર્થીધોરણ 11–12 વિજ્ઞાન પ્રવાહ
લઘુત્તમ માર્કધોરણ 10 માં 70% કે તેથી વધુ
સહાય રકમ₹15,000 પ્રતિ વર્ષ
આવક મર્યાદા₹4.5 લાખ વાર્ષિક
અરજી માધ્યમઓનલાઇન

કોચિંગ સહાય યોજના 2025 શું છે?

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (Bin Anamat Aayog Gujarat) દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ, બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા પરંતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટ્યુશન / કોચિંગ ફી માટે સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે.

આ યોજના ખાસ કરીને ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

કોણ લઈ શકે કોચિંગ સહાય યોજના 2025 નો લાભ?

આ પ્રશ્ન સૌથી મહત્વનો છે. જો તમે નીચેની પાત્રતાઓ પૂર્ણ કરો છો, તો તમે ચોક્કસ અરજી કરી શકો છો:

  • બિન અનામત પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ
  • ધોરણ 10 માં 70% અથવા તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ
  • હાલમાં ધોરણ 11 અથવા 12 (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતા હોવા જોઈએ
  • માન્ય કોચિંગ / ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા હોવા જોઈએ

આવક મર્યાદા કેટલી છે?

  • કુટુંબની વાર્ષિક આવક ₹4,50,000 (સાડા ચાર લાખ) થી ઓછી હોવી જોઈએ.
  • જો આવક આ મર્યાદામાં આવે છે, તો તમે આ યોજનાના લાભ માટે પાત્ર ગણાશો.
  • કોચિંગ સહાય યોજના હેઠળ કેટલો લાભ મળે?
  • આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને:
  • પ્રતિ વર્ષ ₹15,000 સુધીની સહાય
  • રકમ DBT (Direct Benefit Transfer) મારફતે સીધી બેંક ખાતામાં

જરૂરી દસ્તાવેજો (Documents Required for Coaching Sahay Yojana)

  • નિયત નમુનાનું અરજીપત્રક
  • આધારકાર્ડ
  • બિન અનામત પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • ધોરણ 10 ની માર્કશીટ
  • જન્મ પ્રમાણપત્ર / LC
  • બેંક પાસબુકની નકલ
  • શાળાના આચાર્યનું અભ્યાસ પ્રમાણપત્ર
  • કોચિંગ ક્લાસની ફી વિગતો

બધા દસ્તાવેજો સાચા અને અપડેટ હોવા ખૂબ જરૂરી છે.

કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ www.gueedc.gujarat.gov.in વેબસાઈટ ખોલો
  • Scheme મેનૂમાં જઈને Coaching Sahay Yojana પસંદ કરો
  • વિગતો વાંચીને Apply Now પર ક્લિક કરો
  • નવા અરજદાર હો તો New User Registration કરો
  • Mobile, Email અને Passwordથી લોગિન કરો

Leave a Comment