હવે તમે ગાડી કે બાઈકની ખરીદી કરો છો તમને તેની લોન પાર ગુજરાત સરકાર દ્વારા વ્યાજ સહાય આપવામાં આવશે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા Vehicle Loan Sahay Gujarat એટલે કે વાહન લોન સહાય યોજના લાગુ કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્ધેશ્ય આર્થિક રીતે પછાત લોકોને વાહનવ્યવહાર ની સગવડ પુરી પાડવાનો છે.
વાહન ખરીદી માટેની લોન પર 6% વ્યાજ સહાય યોજના ખાસ કરીને અનુસૂચિત જનજાતિ (Scheduled Tribe) ના લોકો માટે છે. જો કોઈ ગુજરાતી વ્યક્તિ બેંકમાંથી વાહન ખરીદવા માટે ₹5 લાખથી ₹20 લાખ સુધીની લોન લે છે, તો સરકારે તેના પર 6% વ્યાજ સહાય (Interest Subsidy) આપે છે.
બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાય માટે પાત્રતા
- અનુસૂચિત જનજાતિના પુરુષ અને સ્ત્રીઓ માટે
- સ્વરોજગારી (Self-Employed) વ્યક્તિઓ
- વાહનનો ઉપયોગ વ્યવસાય માટે થવો જોઈએ
- આવક મર્યાદા ફ્રી છે
વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાય યોજનાના મુખ્ય ફાયદા
| લાભ | વિગત |
|---|---|
| વ્યાજ સહાય | બેંક લોન પર 6% subsidy |
| લોન રકમ | ₹5,00,000 થી ₹20,00,000 |
| યોજના પ્રકાર | રાજ્ય સરકારની કલ્યાણલક્ષી યોજના |
| હેતુ | આર્થિક સહાય અને સ્વરોજગારને પ્રોત્સાહન |
જરૂરી દસ્તાવેજો
યોજનાનો લાભ લેવા માટે નીચેના ડોક્યુમેન્ટ્સ જરૂરી રહેશે:
- આધાર કાર્ડ / ઓળખ પુરાવું
- જાતિનું પ્રમાણપત્ર (ST)
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- બેંક પાસબુક / Cancel Cheque
- લોન મંજૂરી પત્ર (Loan Sanction Letter)
- વાહન ખરીદ કર્યાનું Bill
- વાહન Registration Book
બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાય આવેદન કરવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ તમારે મારી યોજના પોર્ટલ પર જવાનું રહેશે.
- પછી અહીંથી તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. આ ફોર્મ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અને આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતેથી પણ મળી જશે
- ફોર્મ Price 0 રૂપિયા છે
- પછી આ ફોર્મ ભરીને આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે મોકલવાનું રહેશે.
- જો તમે પાત્ર હશો તો આ યોજનાનો લાભ મળી જશે.
યોજના ક્યાં લાગુ પડે છે?
- સમગ્ર ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં
Official link (More info)
https://tribal.gujarat.gov.in/
(જો વેબસાઈટ પર વિસ્તૃત માહિતી ઉપલબ્ધ ન હોય તો નજીકની કચેરીમાં સીધી માહિતી મેળવી શકાય)
નિષ્કર્ષ
જો તમે ST Categoryમાં એવો છો અને વાહન ખરીદીને કામ-ધંધો શરૂ કરવા માંગો છો , તો આ યોજનાનો લાભ તમારે લેવો જોઈએ.