આયુષ્માન કાર્ડની નવી યાદી જાહેર! તમારું નામ હશે તો મળશે ₹5 લાખ સુધીની મફત સારવાર : અહીંથી તરત તપાસો

આયુષ્માન ભારત યોજના ગરીબ, જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા પરિવાર માટે કેન્દ્ર સરકારની સૌથી મોટી આરોગ્ય યોજના છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ. 5 લાખ સુધીનો મફત સારવાર મળે છે. ઘણા લોકો આ યોજના સાથે જોડાઈને તેનો લાભ લઇ રહ્યા છે. Ayushman Card List

ઘણા લોકો અરજી તો કરી દેતા હોય છે, પરંતુ લિસ્ટમાં તેમના નામ આવ્યું છે કે નહીં, તે ચેક કરવાનું ભૂલી જાય છે. ઘણા લોકોને તો આ પ્રોસેસ વિશે જાણ પણ નથી. નીચે તમે ઘરે બેઠાં કેવી રીતે ચેક કરવું તે સ્ટેપ-બાય-સ્ટેપ સમજી શકો છો.

આયુષ્માન યોજના હેઠળ કેટલી સારવાર મફત મળે?

તમે જ્યારે આ યોજના માટે રજીસ્ટર થશો, ત્યારે તમારું આયુષ્માન કાર્ડ બને છે. આ કાર્ડના આધારે તમે સરકાર દ્વારા મંજૂર (એમ્પેનલ્ડ) હોસ્પિટલમાં દર વર્ષે રૂ. 5 લાખ સુધીની સારવાર મફતમાં કરાવી શકો છો. આ તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે.

આયુષ્માન કાર્ડ લિસ્ટમાં પોતાનું નામ કેવી રીતે ચેક કરવું?

  • સૌથી પહેલા તમે આ અધિકૃત લિંક ખોલો: beneficiary.nha.gov.in
  • અહીં તમને વેબસાઇટનું લૉગિન પેજ દેખાશે.
  • સ્ટેપ 2: મોબાઇલ નંબરથી લોગિન કરો
  • તમારા 10 અંકના મોબાઇલ નંબર દાખલ કરો.
  • હવે Verify બટન પર ક્લિક કરો.
  • તમારા નંબર પર આવેલ OTP દાખલ કરો અને લોગિન પૂર્ણ કરો.
  • સ્ટેપ 3: વિગતો પસંદ કરો અને નામ સર્ચ કરો
  • નવા ખુલેલા પેજમાં Scheme વાળા કોલમમાં PMJAY પસંદ કરો.
  • ત્યારબાદ તમારું રાજ્ય પસંદ કરો.
  • Sub-scheme માં પણ PMJAY પસંદ કરો.
  • હવે તમારું જિલ્લું પસંદ કરો.
  • અંતે, આધાર નંબર દાખલ કરીને Search પર ક્લિક કરો.

જો તમે પાત્ર હશો અને તમારો ડેટા રજીસ્ટર્ડ હશે, તો સ્ક્રીન પર તમારું નામ દેખાઈ જશે.

Leave a Comment