જો તમારી દીકરી ગુજરાતમાં જન્મેલી હોય, તો આ યોજના ખરેખર જીવન બદલનારી સાબિત થઈ શકે છે. સરકાર હવે દીકરીઓના શિક્ષણ અને ભવિષ્યને મજબૂત કરવા માટે ₹4,000 થી લઈને ₹1 લાખ સુધીની સહાય સીધી બેંક ખાતામાં જમા કરશે. Gujarat Vahali Dikri Yojana 2025
Gujarat Vahali Dikri Yojana 2025 – Summary Table
વિગત
માહિતી
યોજના નામ
વ્હાલી દીકરી યોજના 2025
લૉન્ચ
ગુજરાત સરકાર
લાભાર્થી
ગુજરાત રાજ્યની દીકરીઓ
સહાય રકમ
₹4,000 થી ₹1,00,000
કુલ લાભ
₹1,10,000
અરજી પ્રક્રિયા
ઑફલાઇન / જિલ્લાવાર ઑનલાઇન શક્ય
આવક મર્યાદા
₹2,00,000 પ્રતિ વર્ષ
સત્તાવાર વેબસાઇટ
જિલ્લાવાર પોર્ટલ
લાભની રકમ
ધોરણ 1માં પ્રવેશ સમયે – ₹4,000
ધોરણ 9માં પ્રવેશ સમયે – ₹6,000
18 વર્ષની ઉમરે – ₹1,00,000 (શિક્ષણ કે લગ્ન માટે)
કુલ મળીને પરિવારને થઈ શકે ₹1,10,000 નો સીધો લાભ.
કોણ અરજી કરી શકે?
પરિવાર ગુજરાતનો સ્થાયી નિવાસી હોવો જોઈએ
દીકરી જ હોવી જોઇએ
વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી
એક પરિવારની માત્ર બે દીકરીઓ પાત્ર
બેંક ખાતું આધાર સાથે લિંક્ડ હોવું જરૂરી
અરજી માટે જરૂરી દસ્તાવેજો
દીકરીનું જન્મ પ્રમાણપત્ર
માતા–પિતાનું અને દીકરીનું આધાર કાર્ડ
આવક પ્રમાણપત્ર
રહેવાનું પુરાવું (રેશન કાર્ડ, લાઈટ બિલ વગેરે)
બેંક પાસબુક
પાસપોર્ટ સાઈઝ ફોટો
અરજી કેવી રીતે કરવી?
ફોર્મ ડાઉનલોડ કરો અથવા આંગણવાડી/WCD ઓફિસથી મેળવો
સઘળી માહિતી ચોક્કસ રીતે ભરો
જરૂરી દસ્તાવેજો જોડો
નજીકની મહિલા અને બાળ વિકાસ ઓફિસ/આંગણવાડીમાં જમા કરો
યોજનાની રકમ સીધી બેંક ખાતામાં ત્રણ તબક્કામાં જમા થાય છે.